આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલનો મુકાબલો જોમ્યો હતો પરંતુ તે પહેલા આઇપીએલ મેચમાં રાજકીય રંગ જોવા મળ્યો હતો. સ્ટેડિયમની બહાર કોંગ્રેસ પાર્ટીએ લગાવેલા બેનરથી વિવાદ ઉઠ્‌યો હતો. કોંગ્રેસ દ્વારા ક્રિકેટરોને શુભેચ્છા પાઠવતા બેનર લગાવાયા હતા. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ નામ લખાયુ હતું. વિવાદ થતાં તાત્કાલિ અસરથી પોસ્ટર હટાવાયા હતા.
કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા આપતા પોસ્ટરમાં ‘સરદાર પટેલ સ્ટેડિયમ’નો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસના બેનર્સમાં સ્ટેડિયમનું નામ સરદાર પટેલ તરીકે દર્શાવાયું હતું. હાલ અમદાવાદમાં સ્ટેડિયમનું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ છે, ત્યારે કોંગ્રેસે પોતાના બેનર્સમાં સરદાર પટેલ સ્ટેડિયમ લખતા વિવાદ ઉઠ્‌યો હતો. જોકે, મહાનગર પાલિકાના ધ્યાને આવતા તાત્કાલિક એક્શનમાં આવી ગયુ હતુ. સ્ટેડિયમના રોડ પર લગાવાયેલા બેનરને હટાવી લેવાના આદેશ અપાયા હતા. જેથી સમગ્ર વિસ્તારમાંથી બેનર હટાવાયા હતા.
કોંગ્રેસ દ્વારા લગાવાયેલા બેનરમાં સ્ટેડિયમના નામ તરીકે ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હકીકતમાં ગત વર્ષે આ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યુ હતું. કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા આપતા બેનર લગાવ્યા હતા, જેમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, સુખરામ રાઠવાની તસવીરો સાથે શુભેચ્છા સંદેશ હતો.