નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા હતાં આ પહેલા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નેશનલ હેરાલ્ડ અખબારને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.
તેમણે કહ્યું કે જ્યારે નેશનલ હેરાલ્ડ અખબારને ગંભીર દેવાની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને અખબાર ચલાવવા માટે સખત મહેનત કરનારા કાર્યકરોને તેમનો પગાર મળતો ન હતો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ૨૦૦૨ થી ૨૦૧૧ સુધીના દસ વર્ષમાં આ સંસ્થાને ૯૦ કરોડ રૂપિયા આપીને દેશની ધરોહરને બચાવવાનું કામ કર્યું.
તેમણે કહ્યું કે કોંગ્રેસ એક રાજકીય પક્ષ છે અને રાજકીય પક્ષ કોઈપણ કંપનીમાં હિસ્સો ખરીદી શકે નહીં. એટલા માટે અમે નેશનલ હેરાલ્ડ એન્ડ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના શેર યંગ ઇન્ડિયનનના નામની નોન-પ્રોફિટ કંપનીને આપ્યા, જેથી ૯૦ કરોડનું દેવું દૂર થઈ શકે. તેમણે કહ્યું કે મોદીજી, તમે કેસ ચલાવો, કોંગ્રેસના કરોડો કાર્યકરો આમ જ જનતાનો અવાજ બુલંદ કરતા રહેશે.
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે અમે મોંઘવારી, બેરોજગારી અને સરકારી સંસાધનોની લૂંટ પર તમને ખુલ્લા પાડતા રહીશું. આ કોંગ્રેસ છે અને આ આપણો ધર્મ છે. પોતાની નિષ્ફળતાઓ પર ગુસ્સે ભરાયેલી સરકારને અમે કહીશું કે અમે આ રાષ્ટ્રીય વારસાને જોળવવા માટે ગઈકાલે મક્કમ હતા, આજે છીએ અને આવતીકાલે પણ રહીશું.
સુરજેવાલા વધુમાં કહે છે કે મોદીજી, તમે અને તમારો ચૂંટણી પ્રબંધન વિભાગ સારી રીતે જોણે છે કે કોઈપણ કોંગ્રેસ પાર્ટી કે કોંગ્રેસના નેતાએ ક્યારેય નેશનલ હેરાલ્ડ અને યંગ ઇન્ડિયનનનો એક પણ રૂપિયો લીધો નથી. ૯૦ કરોડમાંથી ૬૭ કરોડ કર્મચારીઓના પગાર અને વીઆરએસ માટે આપવામાં આવ્યા હતા અને બાકીની રકમ સરકારના લેણાં, વીજળી બિલ અને મકાન માટે ચૂકવવામાં આવી હતી. આ ગુનો કેવી રીતે હોઈ શકે? આ ફરજની ભાવના છે.