કોંગ્રેસે રવિવારે વડાપ્રધાન મોદીના બૂસ્ટર ડોઝ વાળા નિર્ણય પર નિશાન સાધ્યુ અને તેની તુલના તુગલક સાથે કરી. પાર્ટીએ કેન્દ્ર સરકાર પર ઓમિક્રોન વેરિઅન્ટના જાખમને નજરઅંદાજ કરીને લોકોના જીવન સાથે રમવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ રવિવારે કહ્યુ કે વાત કરવી અને ટેલીવિઝન પર આવવાથી ગુનાહિત બેદરકારીના જખમ ભરાશે નહીં.

રણદીપ સુરજેવાલાએ પ્રેસ બ્રિફિંગ દરમિયાન કહ્યુ, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આહટથી ઠીક પહેલા દેશવાસીઓના જીવ એકવાર ફરીથી જાખમમાં નાખવા જઈ રહી છે. મોદી સરકાર જવાબદારીઓને વારંવાર પીઠ દેખાડી રહી છે. કોરોના વેÂક્સનેશનને લઈને વારંવાર નીતિઓ બદલવા અને સંક્રમણના રોકથામ સિવાય પોતાનુ મહિમામંડન, રેલીઓ અને ચૂંટણી ગોટિઓને પ્રાથમિકતા આપવા જેવી ગુનાહિત બેદરકારીઓથી દેશવાસીઓના જીવ સાથે રમત કરી છે.

તેમણે કહ્યુ, દેશના તે ડોક્ટરો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, ફ્રંટલાઈન વર્કર્સ અને હોસ્પિટલોને સાધુવાદ જેમણે જીવ હથેળી પર મૂકીને દેશવાસીઓને કોરોના વેક્સિન લગાવો. દેશ કોરોના વોરિયર્સનો સદાય આભારી રહેશે. રણદીપ સુરજેવાલાએ કહ્યુ, મોદી સરકાર પાસે જવાબ માગવાનો સમય આવી ગયો છે. સુરજેવાલાએ મોદી સરકારને ૬ પ્રશ્ન કર્યા, જેમાં-

૧. ૪૭.૯૫ કરોડ વયસ્ક લોકોને ૫૯.૪૦ કરોડ કોરોના વેક્સિન ક્યારે લાગશે?

૨. નવી જાહેરાત બાદ ૨૫.૬૯ કરોડ લોકોને ૩૫.૭૦ કરોડ અતિરિક્ત વેક્સિન ક્યાં સુધી લાગશે?

૩. વેક્સિન વેચનાર કંપનીઓની માસિક ક્ષમતા માત્ર ૧૬.૮૦ કરોડ વેક્સિન પ્રતિમાહ છે, તો પછી ૯૫.૧૦ કરોડ વેક્સિન દેશવાસીઓને ક્યાં સુધી ઉપલબ્ધ થઈ જશે?

૪, ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને યુવાઓને વેક્સિન લગાવવા વિશે મોદી સરકારની કોઈ નીતિ કેમ નથી?

૫. સરકારની ગુનાહિત બેદરકારીથી કોરોનાની બીજી લહેર દરમિયાન મૃતકની સંખ્યા સાર્વજનિક કેમ કરવામાં આવી નથી અને પરિજનોને વળતર કેમ આપવામાં આવ્યુ નથી?

૬. ઓમિક્રોન વાયરસથી કોરોનાની ત્રીજી લહેરને લઈને મંડરાતા જાખમ વિશે સરકારનુ વલણ ઉદાસીન છે અને મોદી સરકાર ગુનાહિત બેદરકારીનો શિકાર છે.