લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં એક પણ સીટ ન જીતવા માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવી છે. સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસની ફેક્ટ ફાઇન્ડીગ કમિટીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ઘણા રાજ્યોમાં ખરાબ પ્રદર્શનને લઈને ફેક્ટ ફાઈન્ડીગ કમિટીની રચના કરી હતી. થોડા દિવસો પહેલા આ સમિતિએ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. બે પાનાના આ રિપોર્ટમાં દિલ્હીમાં કોંગ્રેસની હારના કારણો અને સૂચનો પણ આપવામાં આવ્યા છે.
સમિતિએ શોધી કાઢ્યું છે કે ઉમેદવારોની હાર માટે આમ આદમી પાર્ટી જવાબદાર છે. ઉમેદવારોએ સમિતિના નેતાઓ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે આપે ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવારો માટે કામ કરવા માટે તેના કેડરને સૂચના આપી ન હતી. આ જ કારણ છે કે મતદાનના દિવસે પોલિંગ બૂથ પર આપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે સંકલનનો અભાવ જાવા મળ્યો હતો.
આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના સંગઠનનો અભાવ પણ હારનું કારણ છે. ફેક્ટ-ફાઇન્ડીગગ કમિટીમાં હાર બાદ દિલ્હી કોંગ્રેસના નેતા અમરેન્દ્ર સિંહ લવલીનું બીજેપીમાં આવવું પાર્ટી માટે સારું નહોતું.