માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે સાંજે પક્ષને રામરામ કરશે. એક બાદ એક ધારાસભ્યના રાજીનામાના સમાચારથી કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો છે. કોંગ્રેસના સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ લાડાણી ભાજપમાં જોડાશે. સુત્રો અનુસાર સી.આર. પાટીલ અમરેલી એરપોર્ટ ખાતે આવતા જ અરવિંદ લાડાણીને મળ્યા હતા. ત્યારબાદ લાડાણીએ આજે બપોરે રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ગુપ્ત બેઠક યોજી હતી. અરવિંદ લાડાણી વિધાનસભા અધ્યક્ષ બંગલોએ પહોંચ્યા હતા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતુંં. આ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, બાઇક લઈને લોક પ્રશ્નોનું નિવારણ લાવવા માટે જાણીતા અરવિંદ લાડાણીએ માણાવદર સીટ પરથી ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને હરાવ્યા હતા.