પૂર્વ પાસ લીડર અને એનસીપી નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલને પત્ર લખ્યો છે. રેશ્મા પટેલે મોટી બહેન તરીકે ભાજપ સાથેના કડવા અનુભવથી સાવચેત કરવા પત્ર લખીને જોણ કરી હતી. રેશ્મા પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ વાતનું દુઃખ ખૂબજ થયું છે પણ વધારે દુઃખ એ છે કે તમે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં અને તમારી ભાષામાં ભાજપના દંભી કાર્યના ભરપૂર વખાણ કર્યા છે. હાર્દિકભાઈ તમે ભાજપની છઠ્ઠી જોણો જ છો. ભાજપના ખોટા કાર્યોને આપણે તો જોહેરમાં ખુલ્લા પાડ્યા છે. ભાજપને લીધે આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યા છે.
જય શ્રી રામ સાથે….. હું રેશ્મા પટેલ આંદોલનના સાથી ભાઈ-બહેનના સંબંધ અને પાટીદાર અનામત આંદોલનના સંઘર્ષના સાથી રહેલા છીએ આ કારણથી….મોટી બહેન તરીકે હું તમારા ધ્યાનમાં કેટલાક અમારા ભાજપ સાથે ના કડવા અનુભવથી તમને સાવચેત કરવા માંગુ છું.તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ વાત નું દુઃખ ખુબજ થયું પણ, વધારે દુઃખ એ છે કે તમે શ્રી સોનિયા ગાંધીને લખેલા પત્રમાં અને તમારી ભાષા માં ભાજપના દંભી કાર્યના ભરપૂર વખાણ કર્યા છે. હાર્દિક ભાઈ તમે તો ભાજપ ની છઠ્ઠી જોણો જ છો અને ભાજપના ખોટા કાર્યોને આપણે તો જોહેરમાં ખુલ્લા પાડ્યા છે ભાજપને લીધે આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યા છે.
અમે ભાજપમાં જોડાયા ત્યારે તમને તો ખુબજ ખોટું લાગ્યું હતું અને તમે તો વાકબાણ થી અમારા ઉપર ખુબજ પ્રહાર કર્યા હતા. આજે એજ ભાજપ છે ભાઈ તો એ ભાજપ ના વખાણ કયા મોઢે કરો છો? હું તમને સલાહ એટલે આપું છું કે અમે આ ભ્રષ્ટ-જુઠ્ઠી ભાજપમાં આટો મારી ને પાછા આવ્યા છીએ, અમને પણ ૨૦૧૭ માં સરકાર અને સમાજની મિટિંગ પછી સમાજની માંગણીઓ પુરી કરશુ એવું કહી ને ભાજપ પગ પકડીને આજીજી કરી ને લઇ ગયું હતું પણ હજુ સુધી એ માંગણીઓ તો બાકી જ છે એનું શુ કરીશું ?? માંગણીઓની લેખિતમાં ફાઈલ મેં ખુદ મારા હાથે જ ભાજપ સરકારને સોંપેલી છે. શહીદ ભાઈઓના પરિવારને ભાજપ સરકાર સાથે મુલાકાતો કરાવેલી છે. બીજો ઘણા લોકોએ રજુઆત કરેલી છે છતાં પણ આજ માંગણીઓ અધૂરી છે એ યાદ અપાવું છું.
આવી ખોટી, ઢોંગી અને દંભી ભાજપના કડવા અનુભવના કારણે મારા ભાઈ તમને સલાહ આપીશ કે જીવનમાં દરેક અનુભવ જોતે ના કરવાના હોય, બીજોના અનુભવ પરથી શીખ લેવાની હોય એટલા માટે ભાજપનાં કડવા અનુભવ મે તમને જણાવ્યા છે, સાથે સાથે યાદ અપાવીશ કે સમાજની માંગણીઓને આજ પણ લટકાવીને રાખવા વાળી આજ ભાજપે તમને જોતિવાદી, દેશદ્રોહી, ખરતો તારો કીધું હતું એ યાદ રાખજો અને ભાજપને પાડી દેવાની જે પ્રતિજ્ઞા લીધી હતી એના ઉપર તમે કાયમ રહેશો એવી આશા રાખું છું. મારી સલાહ છે કે અમે જે ભૂતકાળમાં ભાજપ ઉપર વિશ્વાસ કરવાની ભૂલ કરી એ ભૂલ તમે ના કરતા. તમારા પત્રમાં અને તમારી ભાષા માં ભાજપ માટે ની પ્રીત છલકાય રહી છે પણ ભાજપની બેવફાઈ યાદ રાખજો અને અમારા અનુભવમાંથી શીખ લેજો.
જણાવી દઇએ કે કાંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી હાર્દિક પટેલના રાજીનામા બાદ રાજકીય વાતાવરણ ગરમાયુ છે. હાર્દિક પટેલનું આગામી પગલું શું હશે, તેનો કયાસ રાજકીય વિશ્લેષકો અને રાજનેતાઓ કાઢી રહ્યાં છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાના છે તેવી વ્યાપક ચર્ચા થઇ રહી છે, પરંતુ હાર્દિકે તેને ઔપચારિક રીતે નકારી રહ્યા છે, સાથે હાલમાં આપમાં નહીં જોડાવાની વાત પણ કહી રહ્યા છે.