સોમનાથથી શંખનાદ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ પાર્ટી દ્વારા ભવ્ય બાઇક અને કાર રેલી યોજી સોમનાથ દાદાને ધવજો ચઢાવવામાં આવી હતી.ઉપરાંત આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫ બેઠક મેળવવાના લક્ષ્યાંક સાથે સોમનાથથી શંખનાદ કાર્યક્રમ અંતર્ગત બેઠક પણ યોજવામાં આવી હતી.
આ તકે ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્મા એ જણાવ્યું હતું કે ચૂંટણી હોઈ કે ન હોય આપણા આરાધ્ય દેવના આશીર્વાદ લેવા આપણો ધર્મ છે. અનુસૂચિત જોતિ અને માઈનોરીટીના લોકો દુઃખી છે.સમાજનો કોઈ એવો તબક્કો નથી જેને ભારતીય જનતા પાર્ટીએ ૨૭ વર્ષમાં સુખ આપવાનુ કામ કર્યું હોઈ. આજે સમય આવી ગયો છે ગુજરાત પરિવર્તન તરફ જોય છે અને કોંગ્રેસે ૧૨૫ સિટ મેળવવાનો સંકલ્પ કર્યો છે અને કોંગ્રેસની સરકાર બનાવીશું.જે લોકો તકલીફોનો સામનો કરી રહ્યા છે તેનો સહારો કોંગ્રેસ બનશે.
આ તકે પ્રદેશ પ્રભારી રઘુભાઈ શર્મા,કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર,સૌરાષ્ટ્રના રામકૃષ્ણ ઓઝા,સોમનાથનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા,પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા,ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ અભય જોટવા,જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ રાકેશ ચુડાસમા, શહેર પ્રમુખ રાજ ગંગદેવ સહિતના કાર્યકરો અને સૌરાષ્ટ્રના ૧૬ ધારાસભ્યો અને કોંગ્રસના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.