દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજોબમાં તેમની ચૂંટણી યાત્રા પર છે. તેઓ મંગળવારે અમૃતસર પહોંચ્યા હતા જ્યાં તેમણે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસનાં ‘ધારાસભ્ય અને સાંસર્દને ‘કચર્રો ગણાવ્યા હતા.
પંજોબમાં આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર અપનાવી રહ્યા છે. આ કડીમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજોબનાં પ્રવાસે આવ્યા છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, તેઓ કોંગ્રેસ પાર્ટીનો કચરો પોતાની પાર્ટીમાં લેવા માંગતા નથી અને જો તેઓ કોંગ્રેસનો કચરો લેવાનું શરૂ કરશે તો સાંજ સુધીમાં કોંગ્રેસનાં ૨૫ ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે. પંજોબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંજોબનાં પ્રવાસે ગયેલા અરવિંદ કેજરીવાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જવાબ આપ્યો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની પાર્ટીનાં કેટલાક લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. સવાલોનાં જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું, “દરેક પાર્ટીમાં એવું બને છે કે જેમને ટિકિટ નથી મળતી, તેઓ ગુસ્સે થઈ જોય છે, તેમને મનાવવાનો પ્રયાસ થાય છે, કેટલાક લોકો સંમત થાય છે અને કેટલાક નારાજ થાય છે, કોંગ્રેસમાં પણ ઘણા બધા એવા લોકો છે તે તમામ લોકો અમારા સંપર્કમાં છે, પરંતુ અમે તેમનો કચરો લેવા માંગતા નથી, જો અમે તેમનો કચરો લેવાનું શરૂ કરી દઈએ તો આજે સાંજ સુધીમાં કોંગ્રેસનાં ૨૫ ધારાસભ્યો અમારી પાર્ટીમાં આવી જશે, જો આ સ્પર્ધા કરવાની છે કે તેમના કેટલા અને અમારા કેટલા છે, અમારા તો ૨ જ ગયા છે, હું તેમને પડકાર આપું છું, ૨૫ ધારાસભ્યો અને ૨-૩ સાંસદો અમારા સંપર્કમાં છે, તેઓ આવવા માંગે છે.”
જ્યારે અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે પંજોબમાં તેમની પાર્ટીનો મુખ્યમંત્રીપદનો ચહેરો કોણ હશે, તો તેમણે કહ્યું, “જ્યારે મુખ્યમંત્રીનો ચહેરો જોહેર કરવામાં આવે છે, ત્યારે ચૂંટણી વારંવાર ઉપર-નીચે થાય છે, તે ફરીથી નીચે નથી આવી શકતા, જો પાર્ટી ચૂંટણી પહેલા મુખ્યમંત્રીની ઘોષણા કરે છે તે બિલકુલ ચૂંટણીની નજીક આવે ત્યારે કરે છે, છેલ્લી વખત કેપ્ટન સાહેબનેમ એક અઠવાડિયા પહેલા કોંગ્રેસનાં મુખ્યમંત્રી ઉમેદવાર ઘોષિત કરવામા આવ્યા હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ વર્ષે ન તો સિદ્ધૂજીનું નામ લીધુ અને ન ચન્ની સાહેબનું, યુપીમાં ભાજપનાં ઝ્રસ્ કેન્ડીડેટ કોણ હશે ખબર નહી, ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસનાં કેન્ડીડેટ કોણ હશે ખબર નહી, ગોવામાં ખબર નહી, અત્યાર સુધી કોઇએ ઘોષણા કરી નથી, બાકી પહેલા ઘોષણા કરી દઇએ અમે.”