કોંગ્રેસના સંગઠન સૂજન અભિયાન હેઠળ પક્ષને સશક્ત અને વેગવંતુ કરવા માટે અમરેલી જિલ્લાના એઆઈસીસીના પ્રભારી જગદીશભાઈ જાંગીડ (પૂર્વ ધારાસભ્ય- રાજસ્થાન) તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમરેલીના પ્રભારી ઇન્દ્રવિજય સિંહ ગોહિલ(કાર્યકારી પ્રમુખ ગુજરાત), લાખાભાઈ ભરવાડ (પૂર્વ ધારાસભ્ય) ગાયત્રીબા વાઘેલા(પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ) અને કલ્પનાબેન મકવાણા( પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર) વગેરે ૨૫થી ૨૭ એપ્રિલ સુધી જિલ્લાના પ્રવાસે આવશે અને કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. આ માટે સંકલન અને આયોજન અંગે રવિવારે અમરેલીમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય માર્કેટીંગ યાર્ડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં જિલ્લાની ૫ વિધાનસભામાં જીલ્લા કક્ષાના આગેવાનોની ઇન્ચાર્જ તરીકે નિમણૂક આપવા આવી હતી તથા તાલુકા અને શહેર પ્રમુખોને પણ જવાબદારી સોંપવા સોપાઇ હતી.