પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાત સિંહ સિધ્ધુની પાર્ટીના સંગઠનની પહેલી યાદી પર સવાલ ઉભા થયા છે.હાઇકમાન્ડ દ્વારા મંજુર કરવામાં આવેલ સિધ્ધુની યાદીમાં મહિલાઓની પુરી રીતે ઉપેક્ષા કરવામાં આવી છે.યાદીમાં ફકત ૮.૫ ટકા મહિલાઓને નેતૃત્વ આપવામાં આવ્યું છે.૮૨ જીલ્લા અને કાર્યકારી પ્રધાનોની યાદીમાં ફકત ત્રણ મહિલાઓને સામેલ કરવામાં આવી છે.ઉત્તરપ્રદેશનું સુકાન સંભાળી રહેલ પ્રિયંકા ગાંધી મહિલાઓના વિશ્વાસ પર જ ચુંટણી પ્રચાર કરી રહ્યાં છે.ત્યાં તેઓ મહિલાઓને લઇ સતત યોગી સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે.તેમણે મહિલાઓને પોતાના પક્ષમાં કરવા માટે સુત્ર આપ્યું હતું કે યુવતી છું,લડી શકુ છું.પરંતુ તેનાથી વિપરીત પંજાબમાં ચુંટણી પહેલા તૈયાર કરવામાં આવી રહેલ પાર્ટી સંગઠનમાં મહિલાઓને દરકિનારે કરવામાં આવી રહી છે.
એ યાદ રહે કે ચુંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સિધ્ધુ હાલના દિવસોમાં પાર્ટી સંગઠનને મજબુત કરવાની કવાયતમાં લાગ્યા છે.સિધ્ધુ દ્વારા જીલ્લા પ્રમુખો અને તેમની સાથે બે કાર્યકારી અધ્યક્ષોની ફોર્મ્યુલાની સાથે યાદી હાઇકમાન્ડને મોકલવામાં આવી હતી જા કે તેમના આ ફોર્મ્યુલાને લઇ પ્રદેશ કોંગ્રેસમાં જ વિવાદ ઉભો થઇ ગયો છે ત્યારબાદ હાઇકમાન્ડે યાદી રોકી દીધી હતી અને પહેલા તમામ જીલ્લામાં ચુંટણી સમન્વયકોની તહેનાતી કરી દીધી હતી.
સિધ્ધુને એ વાતનું દુખ છે કે તેમની યાદી મંજુર કરવામાં આવી રહી નથી આ દર્દ તેમણે જાહેરમાં વ્યક્ત કર્યું હતું ત્યારબાદ તેમની યાદીને મંજુરી આપવામાં આવી હતી.હવે યાદીમાં મહિલાઓને નામ માત્ર જગ્યા આપવામાં આવી છે તેના પર પણ સવાલ ઉઠાવું શરૂ થઇ ગયું છે.યાદીમાં લધિયાણા શહેરથી નિક્કી રિયાત,બઠિંડા ગ્રામીણથી કિરણદીપ કૌર અને યામિની ગોમરને સામેલ કરવામાં આવ્યા છે આશ્ચર્યની વાત તો એ છે કે મહિલાઓને ૪૦ ટકા અનામતની વકાલત કરનારી કોંગ્રેસે તેમને પણ જીલ્લા પ્રમુખની જીગ્યાએ કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે.
કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં નવી પાર્ટી બનાવનાર કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં પંચાયત રાજય સંસ્થાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપ્યું હતું ત્યારબાદ પણ પાર્ટી સંગઠનમાં મહિલાઓની ઉપેક્ષાથી અનેક સવાલ ઉઠવા લાગ્યા છે.