ઓપરેશન સિંદૂરને ‘નાનું યુદ્ધ’ ગણાવ્યું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે ઓપરેશન સિંદૂરને એક નાનું યુદ્ધ ગણાવ્યું. કર્ણાટકમાં કોંગ્રેસની સમર્પણ-સંકલ્પ રેલીને સંબોધતા મલ્લીકાર્જુન ખડગેએ કહ્યું કે પહેલગામમાં ૨૬ લોકો માર્યા ગયા કારણ કે મોદી સરકારે ત્યાંના પ્રવાસીઓને સુરક્ષા પૂરી પાડી ન હતી. મોદી કાશ્મીર ગયા ન હતા કારણ કે ગુપ્તચર એજન્સીઓએ તેમને આમ કરવાની મનાઈ ફરમાવી હતી. કેન્દ્ર સરકારે પ્રવાસીઓને પહેલગામ ન જવા માટે કેમ ન કહ્યું? જા તેમને જાણ કરવામાં આવી હોત, તો ૨૬ લોકોના જીવ બચાવી શકાયા હોત. ઓપરેશન સિંદૂર એક નાનું યુદ્ધ છે.
ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેના ઓપરેશન સિંદૂરને નાનું યુદ્ધ ગણાવવાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાકિસ્તાનને ઓકસીજન આપવાનું કામ કરે છે. બધા જાણે છે કે હાફિઝ રાહુલ ગાંધીને કેમ પસંદ કરે છે? કોંગ્રેસ પાર્ટી અને ખડગે કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર એક નાનું યુદ્ધ છે. શું રાહુલ ગાંધી અને ખડગે સમજી શકતા નથી કે આપણા સસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં ઘૂસીને ત્યાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને ૧૦૦ થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા? પાકિસ્તાન દ્વારા બદલો લેવામાં આવ્યા બાદ, તેમના ૧૧ એરબેઝનો નાશ કરવામાં આવ્યો હતો અને આજે પાકિસ્તાન પીડાથી કણસણી રહ્યું છે.
તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરને નાનું યુદ્ધ કહેવું એ દેશ અને સશ† દળોની બહાદુરી સાથે વિશ્વાસઘાત છે. રાહુલ ગાંધીજી છેલ્લા બે દિવસથી પુરાવા માંગી રહ્યા છે. અમે પહેલા દિવસથી જ ડિજિટલ પુરાવા આપી રહ્યા છીએ. પાકિસ્તાનીઓએ પોતે પુરાવા બતાવ્યા છે. આમ છતાં તમે સશ† દળોની હિંમતનો પુરાવો માગી રહ્યા છો. આ જ કારણ છે કે રાહુલ ગાંધી અને તેમના નેતાઓ પાકિસ્તાનમાં પોસ્ટર બોય બની ગયા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાક ડીજીએમઓએ રાહુલ ગાંધીનો વીડિયો બતાવ્યો હતો.
ભારતે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી, પાકિસ્તાને ૮, ૯ અને ૧૦ મેના રોજ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. આ બદલો લેવાથી પાકિસ્તાનના અનેક લશ્કરી સ્થાપનોને નુકસાન થયું, જેમાં હવાઈ મથકો, રડાર સ્થળો અને કમાન્ડ સેન્ટરોનો સમાવેશ થાય છે.