રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કોગ્રેસ શાસિત રાજયના મુખ્યમંત્રીની ફરિયાદ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સમક્ષ કરી છે.અશોક ગહલોતે પત્ર લખી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલની ફરિયાદ કરી છે પત્રમાં ગહલોતે વિજળી પરિયોજનાઓની ફાળવણીના બ્લોકથી કોલસો ઉત્પાદન કરવા માટે છત્તીસગઢ સરકારથી મંજુરીમાં વિલંબ થવાને લઇ સોનિયા ગાંધીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

પત્રમાં મુખ્યમંત્રી ગહલોતે આગળ લખ્યું છે કે છત્તીસગઢમાં બધેલની સરકાર રાજસ્થાન સરકારને ફાળવેલ કોલસા બ્લોકોમાં ખનન માટે મંજુરી આપી રહી નથી જેથી વિજળી ઉત્પાદન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.પત્રમાં ગહલોતે કહ્યું કે છત્તીસગઢમાં રાજસ્થાનને ફાળવેલ પરસા કોલસા ખાણમાં ખનન પરમિટ નહીં મળવાથી ૪,૩૪૦ મેગાવોટ વિજળી ઉત્પાદન ઠપ્પ છે.

કેન્દ્ર તરફથી રાજસ્થાનને સરસા પૂર્વ,કાંટે એકસટેંશન અને સરગુજામાં ૧,૧૩૬ હેકટરની કોલસા ખાણો ફાળવવામાં આવેલ છે પરંતુ તેની મંજુરી મળી રહી નથી હકીકતમાં પર્યાવરણ મંજુરીના બીજા તબક્કામાં લાગુ થવાને કારણે રાજયની પંચાયતોથી મંજુરી લેવી પડે છે અને તેના માટે રાજય સરકાર(આ મામલામાં છત્તીસગઢ)એ પહેલ કરવી પડશે