કેરળના દિગ્ગજ નેતા અને એક સમયે કેન્દ્રિય મંત્રી રહી ચૂકેલા કે. વી. થોમસ પક્ષવિરોધી ગતિવિધિમાં સંડોવાયેલા હોવાનું જોણવા મળતાં કોંગ્રેસે તેમની હકાલપટ્ટી કરી હતી. ચિંતન શિબિર પહેલાં જ દિગ્ગજ નેતાને દરવાજો દેખાડી દેવામાં આવતા શિસ્તમાં ન રહેતા અન્ય નેતાઓમાં સ્ટ્રોંગ મેસેજ ગયો છે.
વી. થોમસ ભારતીય સામ્યવાદી પક્ષના નેતા અને કેરળના મુખ્યમંત્રી પીનારાઈ વિજયન સાથે એક મંચ પર બેઠા હતા. કાન્ગ્રેસના ટોચના નેતૃત્વએ કે. વી. થોમસ હકાલપટ્ટી કરી છે ત્યારે સામા પક્ષે કે. વી. થોમસે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે હું કોંગ્રેસ ક્યારેય છોડીશ નહીં, હંમેશા કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.
કે. વી. થોમસ આ પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇંડિયા દ્વારા યોજોયેલા એક સેમિનારમાં પણ સામેલ થયા હતા. કોઈપણ પાર્ટી નબળી હોય ત્યારે મોટી સમસ્યા એ થાય છે કે નીચેની નેતાગીરી ટોચના નેતૃત્વના કહ્યામાં રહેતી નથી. આ સમયે કડક પગલાં લેવા અને પક્ષ પરનો અંકુશ જોળવી રાખવો એ જ નેતૃત્વની ખરી કસોટી છે. ગાંધી પરિવાર આ કસોટીમાં પાસ થશે કે ફેઈલ? તે ૨૦૨૪ના પરિણામોમાં જોણવા મળશે.