અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ રિલાયન્સ ફાઉન્ડેશનના ઇનાયતખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ ખાતે બી. કોમ. તથા બી. બી. એ. સેમ ૦૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતી મેરીટ-કમ-મીન્સ સ્કોલરશીપ વિશે માહિતી આપવામાં આવી હતી. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.૫૦,૦૦૦ ની સ્કોલરશીપ આપવામાં આવે છે.ચાર વર્ષના અભ્યાસક્રમ માટે મહત્તમ રૂપિયા રૂ.૨,૦૦,૦૦૦ ની સ્કોલરશીપ આપવામાં આવે છે. ઇનાયતભાઈએ આ સ્કોલરશીપ વિશે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સ્કોલરશીપના સેમિનારનું સફળ આયોજન કે. કે. પારેખ કોમર્સ કોલેજના સિનિયર પ્રા. જે. એમ. તળાવીયા તથા એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. કે. વાળા તથા ડો. એ. બી. ગોરવાડીયાએ કર્યું હતું. આ સેમિનારના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, નિયામક ડો. જી. સી. ભીમાણી અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.







































