અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે તા.૧૧ના રોજ એમ.કે. યુનિવર્સિટી ભાવનગર અને ઈગ્નાઈટેડ યુથ ફોરમ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ‘શંખનાદ’ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને રચનાત્મકતા વધારવાનો હતો. આ પ્રતિયોગિતા અંતર્ગત “અરાઈઝ અવેક” (સ્ઝ્રઊ) ટેસ્ટ, “નેશન ફર્સ્ટ – માય રોલ” વિષય પર નિબંધ લેખન, રીલ મેકિંગ અને પોસ્ટર મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં બી.કોમ. અને બી.બી.એ.ના ૨૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્પર્ધાના આયોજન માટે વિવેકાનંદ કેન્દ્ર ભાવનગરથી શ્વેતાબેન અને તીર્થરાજ સિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સિનિયર પ્રોફેસર જે.એમ. તળાવિયાએ જહેમત ઉઠાવી હતી, જ્યારે સમગ્ર સ્પર્ધાનું સંચાલન કો-ઓર્ડિનેટર ડો. એ. બી. ગોરવાડીયાએ કર્યું હતું. આ સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રીઓ મનસુખભાઈ ધાનાણી અને ચતુરભાઈ ખૂંટ, નિયામક ડો. જી.સી. ભીમાણી અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.









































