અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ૨૦ અદ્યતન કોમ્પ્યુટર સિસ્ટમ સાથે બનાવવામાં આવેલ નૂતન કોમ્પ્યુટર સેન્ટરનું લોકાર્પણ ૨૬ એપ્રિલના રોજ વસંતભાઈ ગજેરાએ વિદ્યાર્થીઓ માટે કરેલ છે. વસંતભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, અમરેલી શહેર, જિલ્લાનાં કોઈપણ વિદ્યાર્થીઓ નજીવા દરે કોમ્પ્યુટર દ્વારા રોજગારલક્ષી વર્ગોમાં જ્ઞાન મેળવી શકશે તેમજ કોઈપણ વિદ્યાર્થીને આ કોમ્પ્યુટર સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવશે. વર્તમાન સમય એ ટેકનોલોજીનો સમય છે ત્યારે સર્વેએ ટેકનોલોજી સાથે તાલ-મેલ કરી પોતાની વ્યવસાયલક્ષી કારકિર્દી બનાવવાની તાતી જરૂરિયાત છે ત્યારે આ નવનિર્મિત કોમ્પ્યુટર સેન્ટરમાં ચાલતા વિવિધ કોર્ષમાં નજીવા દરે શિક્ષણ મેળવી શકશે.