બગસરા જેતપુર રોડ, ગેસ ગોડાઉન પાસે રોડ ઉપર સરકારી બોલેરો સાથે રોઝડું અથડાતા નુકસાન થયું હતું. કરણભાઈ નરેન્દ્રભાઈ હરિયાણી (ઉ.વ.૩૧), પીએસઆઈ એચ.જી. મારૂ, પો.કોન્સ. મેહુલભાઇ સોલંકી તથા મહિલા પો.કોન્સ. હેતલબેન વાઘેલા અને આરોપી ભરત મનુભાઇ વાઘેલાને લઇને કેશોદ કોર્ટ મુદ્દત પુરી કરી પરત આવતા હતા.આ વખતે બગસરા ગામમાં ગેસ ગોડાઉન પાસે પહોચતા રોડ ઉપર અચાનક રોઝડું આડુ પડ્‌યું હતું અને ગાડીના બોનેટના આગળના ભાગે ભટકાયું હતું, જેથી બોલેરોમાં બોનેટના ભાગે તેમજ રેડિયેટર તથા હેડ લાઇટ વિગેરેમાં નુકસાની થઈ હતી. કારમાં સવાર કોઈને ઈજા પહોંચી નહોતી. બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.જી. મયા વધુ તપાસ કરી રહ્યા છે.