કેશોદમાં રહેતી ૩૮ વર્ષિય મહિલાની બે પુત્રીઓને નોકરી અપાવવા માટે લેબર કોન્ટ્રાકટર સહિત બે શખ્સોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં એક મહિલા સહિત ત્રણ સામે ફરીયાદ થતા ત્રણેયને પોલીસે દબોચી લીધા હતા.
કેશોદની મહિલા તેમની બે દિકરીઓને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચમાં જુનાગઢના લેબર કોન્ટ્રાકટર રજનીકાંત મોહન વાછાણીએ દુષ્કર્મ આચરી કેશોદમાં અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતા શ્રધ્ધાબેન ગોહેલની મદદથી નરેન્દ્ર ઝાલાએ પણ દુષ્કર્મ આચર્યું હતું. દિકરીઓને નોકરી મળશે તેવી આશાએ શ્રધ્ધા અને નરેન્દ્રના કહેવાથી જુનાગઢના લેબર કોન્ટ્રાકટર રજનીકાંત મોહન વાછાણીની મુલાકાત કરાવેલ જેમાં બન્ને દીકરીઓને આરોગ્ય વિભાગમાં આઉટ સો‹સગ તરીકે નોકરી મળી હતી. જેનો લાભ રજનીકાંતે લઈ મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. બાદ બન્ને પુત્રીઓ ઉપર નજર બગાડતા મહિલાએ પોલીસમાં આપવિતી જણાવી જણાવી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલહવાલે કરી દીધા છે. રીમાન્ડ ના મંજુર થયા હતા.