કેરીયાનાગસ ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે એક વિશેષ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ગામના અગ્રણી નાગરિકો અને સામાજિક કાર્યકરોએ સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય રૂપે સામાજિક કાર્યકર ઘનશ્યામભાઈ લાંભિયા માજી સરપંચ જયંતીભાઈ ગાંગડિયા, ભગવાનભાઈ છત્રોલા, મનસુખભાઈ બી. ગાંગડિયા, તળશીભાઈ એલ. ગાંગડિયા તેમજ અન્ય ગ્રામજનો જોડાયા હતા. આ તમામ લોકોએ સાથે મળીને ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.