અમરેલીના કેરીયાનાગસ ગામે દિવાલ ચણતર મુદ્દે કુટુંબીજનોમાં માથાકૂટ થઈ હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. હાર્દિકભાઈ ઉર્ફે સંજયભાઈ જેઠાભાઈ મેરીયા (ઉ.વ.૨૬)એ નાનજીભાઈ, પુંજીબેન નાનજીભાઈ, નીલેશભાઈ નાનજીભાઈ તથા હર્ષદભાઈ નાનજીભાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના તથા આરોપીઓના રહેણાંક મકાન બાજુ-બાજુમાં આવ્યા છે. આરોપીઓ તેમના સ્લેબ ઉપર દિવાલ ચણતા હોવાથી તેમની માતાએ ત્યાં દિવાલ નહી ચણવાનું કહેતા આરોપીઓએ ગાળો આપી હતી. જે બાબતે ઠપકો આપવા જતા તેમને ગાળો આપી નીચે પછાડી દઇ ઢસડી, ગુપ્તી (છરી) વડે વાંસાના ભાગે ઇજા પહોચાડી હતી. તેમજ કુહાડીનો ઉંધો ઘા તેમના માથાના ભાગે મારી મુંઢ ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ નિલેશભાઈ નાનજીભાઈ મેરીયા (ઉ.વ.૨૮)એ સંજયભાઈ જેઠાભાઈ મેરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનું તથા આરોપીનું રહેણાંક મકાન બાજુ-બાજુમાં આવેલું છે. બંને પક્ષોમાં દિવાલ બાબતે મનદુઃખ ચાલતું હતું. જેથી તેમના ઘરે ગુપ્તી (છરી) લઈ આવી ગાળો બોલી, એક ઘા હોઠના નીચેના ભાગે માર્યો હતો તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે.ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.