અમરેલીના કેરીયાનાગસ ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના ત્રાસથી કંટાળી પતિએ ઝેરી દવા પીધી હતી. મહેશભાઈ રાઘવભાઈ માધડ (ઉ.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ, પત્નીના ત્રાસથી કંટાળી તેમણે પોતાની મેળે જંતુનાશક ઝેરી દવા પીધી હતી.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. એન. જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.