વાંકિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત કાર્યરત કેરીયાચાડ ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરની નેશનલ ક્વોલીટી એન્સોરન્સ સ્ટાન્ડર્ડ (NOAS) મુજબ ૯૭.૪૦ % ટકા સાથે પસંદગી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કક્ષાની ટીમે તા.૨૭/૦૩/૨૦૨૫ના રોજ આ હેલ્થ સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈને અહીં ઉપલબ્ધ આરોગ્ય સેવાનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક સ્ટાફના ઇન્ટરવ્યુ, રેકોર્ડ રજિસ્ટર, ઓબ્ઝર્વેશન વિગેરેની તપાસ કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર કક્ષાએ NHSRC સંસ્થા ખાતે અહેવાલ રજૂ કર્યો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ. જોષી, તાલુકા આરોગ્ય અધિકારી ડો.આર.કે. જાટ, ડો.ધડુક અને ડો.દેવેન વ્યાસ, ડો. મનીષ જીયાણી, ડો.સોનલબેન રાબડીયા, ડો.કિરણબેન શેલડીયાના માર્ગદર્શન હેઠળ સેન્ટરના સ્ટાફ ભાવિકાબેન વિરડીયા, સાવનભાઈ કિકાણી, ભાવનાબેન હેલૈયા, આશાબહેન-વસંતબેન મોલાડીયા સહિતના વાંકિયા PHC ના તમામ આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.