ચોમાસાની શરૂઆત પૂર્વે જ કેરિયાચાડથી ધારી તરફ જતા રોડ પર ભારે પવનના કારણે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ રાવતભાઇ ધાધલ અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક જેસીબી મંગાવી વૃક્ષને રોડ પરથી ખસેડી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવવામાં આવ્યો હતો.