કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) પર કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. તેમણે કહ્યું છે કે તે કોઈપણ કિંમતે રાજ્યમાં લાગુ થશે નહીં. કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, દેશમાં ધર્મનિરપેક્ષતાને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, સીએએ પર સરકારનું વલણ સ્પષ્ટ છે અને તે ચાલુ રહેશે.
વાસ્તવમાં કેરળના સીએમ વિજયન સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતના બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે આપણો દેશ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંત પર કામ કરે છે અને તેને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે સીએમ વિજયનની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોરોના રોગચાળો ખતમ થયા બાદ આખા દેશમાં ઝ્રછછ લાગુ કરવામાં આવશે.
સીએમ વિજયને કહ્યું કે, એક ચોક્કસ જૂથ સીએએને લઈને વધુ ચિંતિત છે. તાજેતરમાં બનેલી એક ઘટનામાં એક જૂથ ધર્મના આધારે નાગરિકતા નક્કી કરી રહ્યું હતું. અમારી સરકારે તેની સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે ધર્મના આધારે નાગરિકતાનો નિર્ણય લેવામાં આવશે નહીં.