કેરલના જોણીતા ત્રિશુર પુરમના આયોજનોમાં સામેલ જોણિતા મંદિર પરમેકકાવુ દેવસ્વોમાં ત્યારે વિવાદ થયો કે જયારે તેમના અધિકારીઓએ ઉત્સવ દરમિયાન અલંકૃત છતરીઓ પર હિન્દુત્વના પ્રતીક વી ડી સાવરકરનો ફોટો લગાવવાનો નિર્ણય કર્યો.
જો કે કોંગ્રેસ અને સીપીએમના નેતાઓ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ મંદિરના અધિકારીઓએ કહેવાતી રીતે પ્રદર્શન બાદ છતરી પાછી લેવાનો નિર્ણય કર્યો હતો એ યાદ રહે કે છતરી પર મહાત્મા ગાંધી,ભગત સિંહ અને કેરલના અન્ય મુખ્ય નેતાઓ સહિત વિવિધ પુર્નજોગરણ અને સ્વતંત્રતા આંદોલનના નેતાઓની સાથે સાથે સાવરકરની પણ તસવીર લગાવવામાં આવી હતી.
પરમેકકાવુ દેવન્સ્વમના સચિવ રાજીવે જણાવ્યું હતું કે અમે એવું કાંઇ પણ કરીશું નહીં જે સાંપ્રદાયિક સદ્ભાવનાને પ્રભાવવિત કરે અથવા જે પરમને ઠેંસ પહોંચાડે અથવા તહેવારના ધાર્મિક સદ્ભાવનાને પ્રભાવિત કરે અમે ત્રિશુર પુરમનું રાજનીતિકરણ કરવા માંગતા નથી જે એક આંતરરાષ્ટ્રીય આયોજન છે પુરમ રાજનીતિથી ઉપર છે.
કોંગ્રેસના નેતા પદ્મજો વેણુગોપાલે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે મહાત્મા ગાંધી અને ભગતસિંહ જેવા અન્ય મુખ્ય નેતાઓની સાથે સાવરકરની તસવીર સામેલ કરી સંધ પરિવારે પોતાનો એજન્ડા પુરમમાં જબરજસ્તી ધુસાડવાનો પ્રયાસ કર્યો છે.