બાબરાના કલોરાણા ગામના પાટીયા પાસે એક યુવકને ‘કેમ મારા વિરુદ્ધ અરજી કર્યા કરે છે’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે રાજકોટના જસદણમાં રહેતા અને સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા જયરાજભાઈ અશોકભાઈ ધાધલ (ઉ.વ.૨૮)એ હરેશભાઈ ધીરૂભાઈ ગીડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ જસદણથી કલોરાણા ગામે આવેલ પાવર હાઉસ ખાતે જતા હતા ત્યારે રસ્તામાં આરોપી હરેશભાઈ ગીડાએ ઉભા રાખીને ‘કેમ તું મારી વિરુદ્ધ ખોટી અરજી કર્યા કરે છે, હવે જો અરજી કરીશ તો હું મારી ગાડી તારી ગાડી સાથે ભટકાવીને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.