પંજોબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પોતાના ગઢ પટિયાલાથી જ વિધાનસભાની ચૂંટણીમાં ઉતરશે. કેપ્ટન અમરિન્દર સિંહે ફેસબુક પેજ પર પણ તેની જોણકારી આપી છે. કેપ્ટન અમરિન્દર સિંહે લખ્યું કે ‘હું પટિયાલાથી ચૂંટણી લડીશ. છેલ્લા ૪૦૦ વર્ષોથી પટિયાલા અમારી સાથે રહ્યું છે અને હું તેને નવજોત સિદ્ધુના કારણે છોડવાનો નથી. પટિયાલા હંમેશાંથી જ કેપ્ટન ફેમિલીનો ગઢ રહ્યો છે. તે પોતે જ આ સીટ પરથી ૪ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે.
એ સિવાય તેમના પત્ની પરનીત કૌર પણ અહીંથી વર્ષ ૨૦૧૭મા ચૂંટણી જીત્યા હતા. આ વર્ષે એપ્રિલ મહિનામાં કેપ્ટન અમરિન્દર સિંહે નવજોત સિંહ સિદ્ધુને પટિયાલાથી સમરમાં ઊતરવાનો પડકાર આપ્યો હતો. ત્યારબાદ જ બંને નેતાઓ વચ્ચે દરાર પડી ગઈ અને અંતમાં કેપ્ટન અમરિન્દર સિંહને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું. પદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ કેપ્ટન અમરિન્દર સિંહે ઘણી વખત નવજોત સિંહ સિદ્ધુ પર નિશાનો સાધી ચૂક્યા છે.
કેપ્ટન અમરિન્દર સિંહે કથિત રીતે નવજોત સિંહ સિદ્ધુને કહ્યું હતું કે તેઓ આ વખત ખરાબ રીતે ચૂંટણી હારશે. જેમ કે વર્ષ ૨૦૧૭મા ભાજપમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા જે.જે. સિંહની હાલત થઈ હતી જે ૬૦ હજોર વાટોથી પરાજીત થયા હતા અને તેમને માત્ર ૧૧.૧ ટકા વાટ મળ્યા હતા. તેમના જોમીન પણ જપ્ત થઈ ગયા હતા. તેના જવાબમાં સિદ્ધુએ કહ્યું કે પંજોબ તેની વાત છે અને પંજોબની આત્મા ગુરુ ગ્રંથ સાહિબજી છે. અમારી લડાઈ ન્યાય માટે અને દોષીઓને સજો આપવા માટેની છે. વિધાનસભા સીટ તેમના માટે મહ¥વ ધરાવતી નથી.
ફરી એક વખત તેમણે પટિયાલા સીટ પરથી ચૂંટણી લડવાની જોહેરાત કરતા નવજોત સિંહ સિદ્ધુ પર પ્રહાર કર્યો છે. કેપ્ટન અમરિન્દર સિંહની ચૂંટણી લડવાની જોહેરાત સાથે જ પંજોબમાં રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. કેપ્ટન અમરિન્દર સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા સાથે જ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને પોતાની નવી પાર્ટી પંજોબ લોક કોંગ્રેસની રચના કરી દીધી છે. એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) સાથે મળીને કામ કરવાની વાત કહીને તેમણે ભગવા પાર્ટી સાથે જવાના સંકેત પણ આપ્યા છે.
રાજ્યમાં કેપ્ટન અમરિન્દર સિંહની એન્ટ્રીથી રાજ્યની ચૂંટણીમાં એક રીતે ચોથો મોરચો ઊભરી આવ્યો છે. રાજ્યની રાજનીતિમાં અત્યાર સુધી બે જ મોરચા અકાલી દળ અને કોંગ્રેસ રહેતા હતા પરંતુ ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી સાથે ત્રણ પ્લેયર થઈ ગયા હતા. હવે કેપ્ટન અમરિન્દર સિંહ અને ભાજપના ગઠબંધનથી ચોથો મોરચો બનવાના સંકેત મળી રહ્યા છે.