દક્ષિણ આફ્રિકા ટૂર પહેલાં ઇન્ડિયન ટીમ અત્યારે મુંબઈમાં ટ્રેનિંગ લઈ રહી છે. એવામાં ટીમના ટ્રેનિંગ કેમ્પ સાથે વિરાટ ન જાડાયો હોવાથી વિવિધ સવાલો સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિરાટ સિવાય તમામ ખેલાડી અત્યારે ટ્રેનિંગ કેમ્પમાં આફ્રિકા ટૂરની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એવામાં અત્યારે એવી ચર્ચાએ જાર પકડ્યું છે કે વિરાટ કોહલીને ગત સપ્તાહે વનડે કેપ્ટનપદેથી હટાવી દેવામાં આવ્યો હોવાથી તે નારાજ છે અને તેને BCCIના આ નિર્ણયથી આઘાત પણ લાગ્યો છે.
વિરાટ કોહલીએ જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે તેણે સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું હતું કે હું વન-ડે અને ટેસ્ટ ફોર્મેટની કેપ્ટનશિપ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લઈ રહ્યો છું. મારા મત મુજબ, મારે મારો વર્કલોડ થોડો ઓછો કરવો જાઈએ, જેથી હું ્‌૨૦ કેપ્ટનપદેથી રાજીનામું આપી રહ્યો છું.
એવામાં હવે બીસીસીઆઇના મતે લિમિટેડ ઓવર ક્રિકેટમાં કોઈ એક જ કેપ્ટન હોવો જાઈએ, તેથી રોહિતને ્‌૨૦ પછી વન-ડેનો કેપ્ટન બનાવી દેવાયો છે. જાકે મીડિયા રિપોર્ટ્‌સના આધારે આ નિર્ણય પહેલાં કોહલીને સામેથી રાજીનામું આપવા માટે ૪૮ કલાકનું અÂલ્ટમેટમ પણ અપાયું હતું, જેનો તેને જવાબ ન આપતાં મ્ઝ્રઝ્રૈંએ રોહિતને વન-ડેનો પણ કેપ્ટન બનાવી દીધો હતો. બોર્ડના આ નિર્ણયથી વિરાટને આઘાત લાગ્યો હોવાની ચર્ચાએ અત્યારે જાર પકડ્યું છે.
ઇન્ડિયન ક્રિકેટ ટીમ ૧૬ ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા જવા ઉડાન ભરશે. ત્યારે અત્યારે ટીમમાં પસંદગી પામેલા ખેલાડીઓ મુંબઈમાં ટ્રેનિંગ કેમ્પમાં જાડાયા છે. વિરાટ સહિત તમામ ખેલાડી ક્વોરન્ટીન રહી બાયોબબલમાં જ પ્રેક્ટિસ કરશે તેવો પ્રોટોકોલ પણ બીસીસીઆઇએ આપ્યો છે.રિપોર્ટ્‌સના આધારે બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે વિરાટને ટ્રેનિંગ કેમ્પમાં સામેલ થવા કહેવાયું હતું, પરંતુ ટેસ્ટ કેપ્ટન કોહલીએ પ્રેક્ટિસ સેશન અને કેમ્પમાં જાડાવાની ના પાડી દીધી છે. વધુમાં, મ્ઝ્રઝ્રૈંના અધિકારીએ જણાવ્યું હતું કે અમને આશા છે કે વિરાટ કોહલી આજે સોમવારથી ટ્રેનિંગ કેમ્પમાં જોડાય.
રવીન્દ્ર જાડેજા, શુભમન ગિલ, અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. આ તમામ ખેલાડીઓ અત્યારે ઈજાગ્રસ્ત છે અને રિકવર થઈ રહ્યા હોવાથી બીસીસીઆઇએ આ નિર્ણય લીધો છે. આના સિવાય ચાર ખેલાડીને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે, જેમાં ફાસ્ટ બોલર નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચાહર અને અર્જન નાગવાસવાલાનો સમાવેશ થાય છે.