ન્યુઝીલેન્ડે ભારત સામે ટી૨૦ ટીમની જોહેરાત કરી દીધી છે. જો કે ટીમમાં કેપ્ટન કેન વિલિયમસન નહીં હોય. આનો અર્થ એ થયો કે કેન ટી ૨૦ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે તેની જગ્યાએ ટિમ સાઉથીને ટીમની કમાન સોંપવામાં આવી છે. કેન વિલિયમસન ઈજોના કારણે નહીં પરંતુ ટેસ્ટ શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઈરાદાથી ટી૨૦ શ્રેણીમાંથી બહાર થયો છે.
ન્યુઝીલેન્ડે ભારત સામેની ટી ૨૦ શ્રેણી માટે ૧૪ સભ્યોની ટીમની જોહેરાત કરી છે. આ ટીમમાં ૫ ફાસ્ટ બોલરોને જગ્યા મળી છે. જ્યારે ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ની જેમ સ્પિન વિભાગનું ભારણ મિશેલ સેન્ટનર અને ઈશ સોઢીના ખભા પર રહેશે. ફાસ્ટ બોલિંગમાં ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન ૪ મુખ્ય હથિયાર હશે. જ્યારે કાયલ જેમિસન ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે.
કેન વિલિયમસનની ગેરહાજરીમાં બેટિંગનો બોજ અનુભવી માર્ટિન ગુપ્ટિલના ખભા પર રહેશે. આ સિવાય ડેરેલ મિશેલ, ટિમ સેફર્ટ, ગ્લેન ફિલિપ્સ પણ હશે, જેઓ બેટથી ફેરબદલ કરી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૭ નવેમ્બરથી ટી-૨૦ સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ જયપુરમાં રમાયા બાદ બીજી મેચ રાંચીમાં અને ત્રીજી મેચ કોલકાતામાં રમાશે.ટી ૨૦ સિરીઝની છેલ્લી મેચ ૨૧ નવેમ્બરે રમાશે. જે બાદ ટીમ કાનપુરથી કોલકાતા માટે રવાના થશે.