ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી દ્વારા કાયદા વાપસીની જોહેરાત બાદ આજે અમારી બેઠક મળી જે પ્રોગ્રામ પહેલેથી નક્કી થયા છે તે થશે. તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. ૨૯ નવેમ્બર અમે સંસદ સુધી રેલી લઈ જઈશું. પ્રધાનમંત્રી મોદીને ખુલ્લો પત્ર લખશે જેમાં એનએસપી ની કમિટી અને પરાળી વાળા કાયદા પર પણ ચર્ચા થશે. લખીમપુર ખીરી ઘટનામાં આરોપી મંત્રીને પદ પરથી હટાવવાના મુદ્દે પણ પ્રધાનમંત્રીને પત્ર લખીશું.
ખેડૂતોએ સરકારના એલાનના ફેસલા પર બોલાવેલી બેઠક હવે ૨૭ નવેમ્બર સુધી ટાળી દીધી છે. હવે ૨૭ નવેમ્બરે આ બેઠક યોજોશે જેમાં આંદોલનની દિશા અને ભવિષ્યની રણનીતિ અંગે નિર્ણય થશે. ખેડૂતોએ જોહેરાત કરી છે કે પહેલેથી નક્કી કાર્યક્રમો તો થશે. સંયુકત કિસાન મોરચાના જણાવ્યા પ્રમાણે લખનઉમાં યોજોનારી મહાપંચાયતમાં પણ તેના પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે જ થશે.
બલબીરસિંહ રાજેવાલે આ માહિતી આપતાં કહ્યું હતું કે, ૨૨ નવેમ્બર, ૨૬ નવેમ્બરે મહાપંચાયતનું એક વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીની દરેક સરહદ પર સભા કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ૨૯ નવેમ્બરે સંસદ ના કાર્યક્રમ પર ૨૭ નવેમ્બરે એક બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
યુનાઇટેડ કિસાન મોરચા આંદોલન અંગે કોઈ નિર્ણય કોઈ ઉતાવળમાં લેવા માંગતો નથી. ખેડૂત નેતાઓ કોઈ પણ ઔપચારિક જોહેરાત પહેલાં બુધવારે, ૨૪ નવેમ્બરે કેબિનેટની સંભવિત બેઠક સુધી રાહ જોવા માંગે છે. કેબિનેટની બેઠકમાં કૃષિ બિલ પાછું ખેંચવાના નિર્ણયને ઔપચારિક મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે.
કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની કરેલી જોહેરાત બાદ પણ ખેડૂતોના આક્રમક તેવર યથાવત છે. આ જોહેરાત પછી પણ ખેડૂતો દિલ્હીની બોર્ડર પર બેસી રહ્યા છે. ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે, તમામ માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.સંસદ સુધી ખેડૂતોની ટ્રેકટર માર્ચ પણ યોજોશે.
સરકારની જોહેરાત પર અંતિમ નિર્ણય લેવા માટે બોલાવવામાં આવેલી ખેડૂતોની બેઠક હવે ૨૭ નવેમ્બર સુધી મોકૂફ કરવામાં આવી છે. ખેડૂતોની આ બેઠક હવે ૨૭ નવેમ્બરના રોજ યોજોશે, જેમાં આંદોલનની દશા અને દિશા, ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, જ્યાં સુધી આગળની રણનીતિ નક્કી નહિ થાય ત્યાં સુધી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો પોતાના નિયત સમયે જ થશે. સંયુક્ત કિસાન મોરચા અનુસાર લખનઉમાં યોજોનારી મહાપંચાયત પણ તેના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ થશે.