કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલન સામે ઝુકી જઈને જે રીતે નવા કૃષિ કાયદા રદ કર્યા છે તે જોતા હવે ઘણાને લાગી રહ્યુ છે કે, કલમ ૩૭૦ જમ્મુ કાશ્મીરમાં પાછી લાગુ કરવા માટે અને સીએએનો કાયદો પાછો લેવા માટે પણ આંદોલન થશે.
દરમિયાન જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, હવે સરકારે કલમ ૩૭૦ પણ ફરી લાગુ કરી દેવી જોઈએ .ચૂંટણીના કારણે સરકારે ખેડૂતોના નવા કાયદા પાછા ખેંચ્યા છે અને આ નિર્ણયનુ હું સ્વાગત કરુ છું.
સાથે સાથે તેમણે ખેડૂતોને સલાહ આપી હતી કે, સંસદમાં જ્યાં સુધી આ કાયદા પાછા ખેંચાય નહીં ત્યાં સુધી ખેડૂતોએ આંદોલનનુ સ્થળ છોડવુ જોઈએ નહીં.બીજી તરફ વિપક્ષે પણ સંસદની કામગીરીને ચાલવા દેવી જોઈએ.જે રીતે કૃષિ કાયદા રદ કરાયા છે તે જ રીતે જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ ફરી લાગુ કરવામાં આવે.જેથી રાજ્યમાં શાંતિ ફરી સ્થપાશે.