કેન્દ્ર સરકારે વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવોને કાબૂમાં કરવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરી ઈંધણના ભાવો ઘટાડયા છે. આ બાબતે કેન્દ્ર સરકારને આડેહાથ લેતા બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, ઈંધણના ભાવ વધતા તમામ ચીજવસ્તુઓના ભાવોમાં અસહ્ય વધારો થયો છે. જેના લીધે દેશની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડયો હતો અને આગામી વર્ષમાં પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી આવનાર હોય ત્યારે હારના ડરથી કેન્દ્ર સરકારે કરેલો પેટ્રોલ-ડીઝલના ભાવોમાં મામુલી ઘટાડો પ્રજાને મૂર્ખ બનાવવા બરાબર છે તેમ અંતમાં જણાવ્યું છે.