કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડા. મનસુખ ભાઈ માંડવિયા ભાવનગરના પ્રવાસે તા. ૧૫ ડિસેમ્બરના રોજ આવનાર છે. આ મુલાકાત દરમિયાન ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે રૂ.૧૪૯.૮૩ કરોડના કુલ-૧૧ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૨ કરોડના ૧ કામનું લોકાર્પણ કરાશે. સવારે ૧૦.૩૦ વાગ્યે મંત્રી ડા. મનસુખભાઈ માંડવીયા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના લોકાર્પણ-ખાતમુર્હૂત કાર્યક્રમ, બપોરે ૧૨.૧૫ વાગ્યે પી.એમ.એસ.એસ.વાય. સર ટી હોસ્પિટલની મુલાકાત ત્યારબાદ બપોરે ૧ઃ૦૦ વાગ્યે ગ્રેઈન એ.ટી.એમ.ની મુલાકાત લેશે.