કેન્દ્રીય વિદ્યાલય જેતપુરમાં વાર્ષિક સપોર્ટ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ મેળવીને કેન્દ્રીય વિદ્યાલયનું નામ રોશન કર્યું હતું. રમત-ગમતમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા આપવામાં આવ્યા હતા.