કેન્દ્રીય મંત્રી ડા. મનસુખ માંડવિયાએ પાલિતાણા તાલુકાની મુલાકાત દરમિયાન પાલિતાણામાં સ્વચ્છતા કર્મચારીઓ, NSS (નેશનલ સર્વિસ સ્કીમ) અને My Bharatના યુવાનો સાથે મળીને ’Fight Obesity’’ (સ્થૂળતા સામે લડત)નાં સંદેશ સાથે ૨૭મા ‘’સંડે ઓન સાયકલ’’ કાર્યક્રમમાં જોડાયા હતા. આ સાયકલ યાત્રા પાલિતાણા શહેરમાં બજરંગદાસ બાપા ચોકથી શરૂ થઈને સરવૈયા ફાર્મ ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા કર્મચારીઓ, NSS અને માય ભારતનાં સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. સંડે ઓન સાયકલ અંતર્ગત સમગ્ર દેશમાં ૬૦૦૦થી વધુ સ્થળોએ સ્વચ્છતા સેનાનીઓ સાથે સનડે ઓન સાયકલનો કાર્યક્રમ યોજાયો હતો. સાયકલ યાત્રા બાદ ડા. માંડવિયાએ પાલિતાણાના નોંઘણવદર, નેસડી, હણોલ, આંકોલાળી, લોઈંચડા અને સેંજળીયા ગામોમાં વૃક્ષારોપણ કર્યું હતું.




































