પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડા. મનસુખ માંડવિયા ૧૭ અને ૧૮ મે ૨૦૨૫ના રોજ પોરબંદર લોકસભા વિસ્તારના બે દિવસીય પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ૧૭ મેના રોજ, તેઓ સવારે ૧૦ વાગ્યે જેતપુરના મેવાસા ખાતે યોજાનાર ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં ભાગ લેશે અને સ્થાનિક લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. બપોરે ૨ઃ૩૦ વાગ્યે, તેઓ જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ, સાંજે ૪ઃ૩૦ વાગ્યે, તેઓ કેશોદમાં આયોજિત ‘તિરંગા યાત્રા’માં ભાગ લેશે અને સાંજે ૫ઃ૦૦ વાગ્યે કેશોદના બાલાગામ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ૧૮ મેના રોજ, ડા. માંડવિયા સવારે ૧૦ થી બપોરે ૩ વાગ્યા સુધી ઉપલેટામાં તેમના ‘શ્રી ગોરસ’ સાંસદ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે મુલાકાત કરશે અને તેમની સમસ્યાઓ સાંભળશે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન, ડા. માંડવિયા સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરશે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે.