પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડા. મનસુખ માંડવિયા તા. ૪, ૫ અને ૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ રાજકોટ અને પોરબંદર જિલ્લાની મુલાકાત લેશે. રાજકોટમાં ‘ઔદ્યોગિક સંવાદ’ અને ‘સ્જીસ્ઈ ચેક વિતરણ’ તથા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા ઉપલેટાના ગોરસ કાર્યાલય ખાતે ૧૧-લોકસભા વિસ્તારના લોકપ્રશ્નો સાંભળશે અને સરપંચો તથા સંગઠનના હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત/બેઠક કરશે. ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.





































