કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાએ પ્રતિનિધિ મંડળ સાથે બ્રાઝીલની મુલાકાતે જઈ ૧પ એમઓયુ અને કરારો પર હસ્તાક્ષર કર્યા હતા તેમજ પશુપાલન સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારો, ડેરી, તેલ, કુદરતી ગેસ, ઈથેનોલ સહિત અન્ય મુદ્દાઓ પર બ્રાઝીલના કૃષિમંત્રી સાથે ચર્ચાઓ કરી હતી. પરશોતમ રૂપાલાએ બ્રાઝીલના મંત્રીઓ સાથે બેઠક કરી ખેડૂતોને ખેતી પાક માટે વધુમાં વધુ કઈ રીતે સ્માર્ટ બનાવી શકાય તે અંગે બ્રાઝીલીયન એસો. ઓફ ઝેબુ બ્રીડર્સ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. બ્રાઝીલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે બ્રાઝીલના યોગ શિક્ષકો સાથે વાતચીત કરી હતી. આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય મંત્રીએ આયુર્વેદ કોમીક પણ લોન્ચ કર્યું હતું. બ્રાઝીલમાં મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.