(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૩
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને અપીલ કરી છે કે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ૯ થી ૧૫ ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો ફરકાવવા અને પોતાની સેલ્ફી વેબસાઇટ પર અપલોડ કરો.
આજે એકસ પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઈંહરઘરતિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં એક રાષ્ટÙીય ચળવળમાં વિકસ્યું છે, જેણે આખા દેશમાં દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે. હું તમામ નાગરિકોને આ આંદોલનને વધુ મજબૂત કરવા અને તેમાં ફરી તે જ ઉત્સાહની સાથે તેમાં ભાગ લેવાની અપીલ કરું છું. પોતાના ઘરોમાં આપણું ગૌરવ, આપણો તિરંગો ફરકાવો, તિરંગાની સાથે સેલ્ફી લો અને તેને હર ઘર તિરંગા વેબસાઇટપર અપલોડ કરો.”