કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે શુક્રવારે પટના સ્થિત તેમના નિવાસસ્થાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી. આ મુલાકાત બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે થઈ હતી. ગુરુવારે અગાઉ અમિત શાહે કહ્યું હતું કે એનડીએ નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારની ચૂંટણી લડશે. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી અંગે નિર્ણય ચૂંટણી પછી એડીએ વિધાનસભા પક્ષની બેઠકમાં લેવામાં આવશે.
અમિત શાહે કહ્યું હતું કે જ્યાં પણ અમને પૂર્ણ બહુમતી મળી, પછી ભલે તે રાજ્યોમાં હોય કે કેન્દ્રમાં, અમે ગઠબંધનમાં સરકાર ચલાવી. અમે હંમેશા અમારા ગઠબંધન ભાગીદારોનું સન્માન કર્યું છે અને આ વખતે પણ કરીશું. દરમિયાન, બિહાર ભાજપ પ્રમુખ દિલીપ કુમાર જયસ્વાલે પણ પુષ્ટિ આપી હતી કે વિધાનસભા ચૂંટણીમાં નીતિશ કુમાર એનડીએનો ચહેરો હશે. જયસ્વાલે એમ પણ કહ્યું હતું કે એનડીએમાં બધું બરાબર છે. જયસ્વાલે કહ્યું હતું કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું.એનડીએ ભવિષ્યમાં પણ તેમના નેતૃત્વમાં કામ કરવાનું ચાલુ રાખશે. બિહારમાં, ભાજપ અને ત્નડ્ઢેં ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના હિન્દુસ્તાની અવમ મોરચા (ધર્મનિરપેક્ષ) અને રાજ્યસભા સાંસદ ઉપેન્દ્ર કુશવાહાના રાષ્ટ્રીય લોક મોરચાને છ-છ બેઠકો આપવામાં આવી હતી. દરમિયાન, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના નેતૃત્વ હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ને ૨૯ બેઠકો આપવામાં આવી છે. ૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભા માટે ચૂંટણી ૬ અને ૧૧ નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે. મતગણતરી ૧૪ નવેમ્બરના રોજ થશે.







































