(એ.આર.એલ),ટોરંટો,તા.૧૪
કેનેડામાં ટોરંટોના મેઈન એરપોર્ટ પર અચાનકથી ગરમાગરમી થઈ ગઈ હતી. અહીં પોલીસની એક ટીમે વધુ એક ભારતીય યુવકની ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ કરાયેલી વ્યÂક્તનું નામ અર્ચિત ગ્રોવર છે. એ સમયે તો પહેલા કોઈને નહોતી જાણ કે કેમ આની ધરપકડ કરવામાં આવી છે પરંતુ બાદમાં સામે આવ્યું કે કરોડોના ગોલ્ડની જે ચોરી થઈ છે એ કેસમાં અર્ચિતની સંડોવણી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે સર્ચ ટીમે અર્ચિત ગ્રોવરને ૬ મે ૨૦૨૪ના રોજ ટોરંટો એરપોર્ટથી ધરપકડ કરી દીધી છે. આ દેશના ઈતિહાસની સૌથી મોટી ચોરી છે અને આ કેસમાં લગભગ ૧ મહિના પહેલાથી જાઈએ તો પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
આ દરમિયાન જાઈએ તો ભારતીય મૂળના ૫૪ વર્ષીય પરમપાલ સિદ્ધૂ, ૪૦ વર્ષીય અમિત જલોટા, ૪૩ વર્ષીય અમ્માદ ચૌધરી, ૩૭ વર્ષીય અલી રજા અને ૩૫ વર્ષીય પરમલિંગમની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
ગોલ્ડ અને રોકડ રકમ Âસ્વટ્ઝર્લેન્ડથી જ્યુરિખથી ટોરંટોના પિયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી એર કેનેડાની ફ્લાઈટથી પહોંચાડવામાં આવી અને ત્યારપછી કંટેનરને એરપોર્ટ પર એક અલગ સ્થાને લઈ જવાયા હતા. પરંતુ એક દિવસ પછી પોલીસે આના ગાયબ થવાની જાણ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ૧૭ એપ્રિલ ૨૦૨૩એ આ કંટેનરને નકલી ડોક્યુમેન્ટેશનની કાર્યવાહી કરી એક ગોડાઉનથી ચોરી લીધું હતું. આ કંટેનરમાં ૨ કરોડ ૨૦ લાખ કેનેડિયન ડોલરથી વધુની રકમનું સોનુ અને ઈન્ટરનેશનલ કરન્સી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મી ઢબે ચોરીની ઘટના પાછળ એર કેનેડાનાં ૨ પૂર્વ કર્મચારીઓની પણ સંડોવણી લાગી રહી છે. આમાંથી એકની ધરપકડ થઈ ગઈ છે જ્યારે બીજા માટે એરેસ્ટ વોરંટ જાહેર કરી દેવાયું છે. વળી એર કેનેડાના પ્રવક્તા પીટર ફિટ્ઝપૈટ્રિકે પુષ્ટિ કરી કે સિદ્ધૂ અને પનેસર રાષ્ટÙીય એરલાઈનમાં કામ કરતા હતા. તેમણે કહ્યું કે આ એરેસ્ટ વોરંટ પછી એક એ કંપની છોડી દીધી તો બીજાને નિષ્કાષિત કરી દેવાયો છે.