ક્રિકેટએ એક ઝુનુનુ છે. ભારતમાં એ થી પણ વધારે ક્રિકેટ એ એક ધર્મ બની ગયો છે. સચિન તેંડુલકર દુનિયાભરમાં આ ક્રિકેટના ભગવાન તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. ત્યારે ઘણાં એવા ખેલાડીઓ છે જેમને દેશમાં તક નથી મળતી તો તેઓ બીજે એટલેકે, વિદેશમાં જઈને પણ પોતાના ટેલેન્ટને પ્રસ્થાપિત કરતા હોય છે. કંઈ આવું જ કર્યું છે નવસારી જિલ્લાના યશ અને એ સિવાય કેનેડામાં રહેતા બીજો ગુજ્જુ બોઈસે. નવસારીનો જશ કેનેડાથી ભારત આવી પુના સ્થિત ક્રિકેટ ક્લબમાં તાલીમ લીધી હતી. જે બાદ ૮ મહિના પહેલાં તેની કેનેડાની ટીમમાં સ્થાન મળ્યું હતું.
કેનેડાની અંડર ૧૯ ટીમમાં ગુજરાતીઓનો ડંકો વાગ્યો છે. ૧૫ પ્લેયરની સ્કોડમાં ૧૦ પ્લેયર મૂળ ગુજરાતી છે. જેમાંથી ૨ પ્લેયર નવસારીના છે. જશ શાહ અને સિદ્ધ લાડ બંને ખેલાડીઓ નવસારીના છે. ત્યારે, હવે કેનેડામાં રહીને પણ ગુજરાતીઓ ગુજરાતનું નામ રોશન કરશે. મૂળ નવસારીના અને કેનેડામાં ૧૭ વર્ષથી સ્થાયી થયેલાજશ પટેલનું કેનેડા ક્રિકેટ ક્લબમાં અંડર ૧૯ વર્લ્ડ કપ ટીમ માટે ૮ મહિના પહેલા સિલેક્શન થયું હતું. ત્યારે હવે તેના સારા પ્રદર્શનના પગલે કેનેડા ક્રિકેટના પદાધિકારીઓએ જશને કેનેડા અંડર ૧૯ ટીમની સુકાની આપી છે.
જશ શાહ કેનેડામાં બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરી રહ્યો છે. સાથે સાથે તે ક્રિકેટ પણ રમે છે. જશના પિતા પણ ક્રિકેટ પ્રેમી છે. જેના કારણે જશનો પણ ક્રિકેટમાં રસ વધ્યો હતો. જશના ક્રિકેટમાં રસ વધતાં તેના પિતાએ તેને પુણે ખાતેની ક્રિકેટ ક્લબમાં એનરોલ કર્યો હતો. જ્યાં જશે સાત વર્ષ ક્રિકેટની ટ્રેનિંગ લીધી હતી. જે બાદ તે કેનેડા ગયો હતો. જશની ગેમ જોઈને તેને કેનેડા ક્રિકેટ ક્લબમાં એન્ટ્રી મળી હતી. અને હવે તેના સારા પર્ફોમન્સને જોઈને તેને અંડર ૧૯ ટીમની આગેવાની કરવાની તક આપવામાં આવી છે.