કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં શુક્રવારે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા અહેવાલોમાં આ જાણકારી આપવામાં આવી છે. પોલીસનું માનવું છે કે ધરપકડ કરવામાં આવેલા લોકો તે કથિત ગ્રુપના સભ્ય છે જેમને ગત વર્ષે ભારત સરકારે નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ›ડોએ ભારતીય એજન્ડો પર નિજ્જરની હત્યા સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવી હતો હતો. ભારતે ટ›ડોના આરોપો ‘બેતુકા’ અને ‘પ્રેરિત’ નકારી કાઢ્યા હતા. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસે કેનેડાના ઓછામાં ઓછા બે પ્રાંતોમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન આ લોકોની ધરપકડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે થોડા મહિનાઓ પહેલાં પોલીસે આ લોકોની ઓળખ નિજ્જરની હત્યામાં સામેલ લોકોના જૂથ તરીકે કરી હતી અને પોલીસ તેમના પર નજર રાખી રહી હતી.
સૂત્રોના અનુસાર ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર આરોપ છે કે જે દિવસે નિજ્જરની બ્રિટિશ કોલંબિયા સ્થિરત ગુરૂદ્વારની બહાર હત્યા કરવામાં આવી હતી. તે દરમિયાન આ લોકોએ શૂટર, ડ્રાઇવર વગેરેનું કામ કર્યું હતું. સીટીવી ન્યૂઝના એક વરિષ્ઠ સરકારી સૂત્રના હવાલેથી જણાવ્યું કે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કોર્ટના દસ્તાવેજાથી ખબર પડે છે કે કરણપ્રીત સિંહ, કમલપ્રીત સિંહ અને કરણ બરાડ પર નિજ્જરની હત્યા અને હત્યાનું કાવતરું રચવાનો આરોપ છે. ગ્લોબલ ન્યૂઝના એક સમાચારમાં સંદિગ્ધોની ઓળખ ભારતીય નાગરિકોના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે ‘કેનેડાઇ પોલીસે નિજ્જરને ગોળી મારી હત્યા કર્યાના એક વર્ષ બાદ શુક્રવારે સવારે ભારતીય નાગરિકોની ધરપકડ કરી લીધી.
સૂત્રોના અનુસાર સંદિગ્ધોએ સ્ટૂડન્ટ વીઝા પર કેનેડામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ બની શકે છે કે જ્યારે તેમણે નિજ્જરને ગોળી મારી તો તે ભારતીય ગુપ્તચર વિભાગના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. પોર્ટફોલિયામેન્ટ હિલ પર પત્રકારો સાથે વાત કરતાં કેનેડાના રક્ષા મંત્રીએ ભારત સરકારના સંબંધની પુષ્ટિ કરવાની મનાઇ કરી દીધી અને કહ્યું કે ફક્ત કેનેડિયન પોલીસ જ આ પ્રશ્નનો વધુ સારી રીતે જવાબ આપી શકે છે.