(એ.આર.એલ),ટારેન્ટો,તા.૧૨
ભારતીય મૂળના ૩૬ વર્ષીય અર્ચિત ગ્રોવરની કેનેડાના ઈતિહાસની સૌથી મોટી સોનાની ચોરીના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. લગભગ એક મહિના પહેલા આ ચોરીમાં સંડોવાયેલા અન્ય પાંચ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે નકલી દસ્તાવેજાનો ઉપયોગ કરીને ૧૭ એપ્રિલ, ૨૦૨૩ ના રોજ ટોરોન્ટો એરપોર્ટ પર કાર્ગો કન્ટેનરમાંથી ૨૨ મિલિયન કેનેડિયન ડોલરથી વધુની કિંમતના સોનાના બાર અને વિદેશી ચલણની ચોરી કરવામાં આવી હતી. ફ્લાઇટ લેન્ડ થયા પછી, કાર્ગોને ઉતારીને એરપોર્ટ પર અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યો, પરંતુ બીજા દિવસે પોલીસને સમાચાર મળ્યા કે તે ચોરાઈ ગયો છે.
પોલીસે જણાવ્યું કે ભારતથી પરત ફર્યા બાદ અર્ચિતની ૬ મે, ૨૦૨૪ના રોજ ટોરોન્ટો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, પોલીસે સમગ્ર કેનેડામાં તેની ધરપકડ માટે વોરંટ જારી કર્યું હતું.
ગયા મહિને, ૫૪ વર્ષીય ભારતીય મૂળના પરમપાલ સિદ્ધુ અને ૪૦ વર્ષીય અમિત જલોટા સાથે ૪૩ વર્ષીય આમદ ચૌધરી, ૩૭ વર્ષીય અલી રાજા અને ૩૫ વર્ષીય પ્રસાદ પરમાલિંગમની ચોરીના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. . જ્યારે આ ચોરીમાં મદદ કરનાર એર કેનેડાનો ભૂતપૂર્વ કર્મચારી હજુ પકડની બહાર છે.