(એ.આર.એલ),ઓન્ટારિયો,તા.૧૬
કેનેડાના ઓન્ટારિયો શહેરમાં એક ઘરમાં “શંકાસ્પદ” આગ ફાટી નીકળ્યા બાદ એક ભારતીય મૂળના દંપતી અને તેમની પુત્રીનું રહસ્યમય સંજાગોમાં મૃત્યુ થયું હતું.
પોલીસે સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, સાત માર્ચના રોજ બ્રામ્પટનમાં એક ઘરમાં આગ ફાટી નીકળી હતી. સ્થાનિક પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. ઈમરજન્સી સેવાઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી અને આગને કાબૂમાં લીધા પછી, સળગેલા અવશેષોમાં કેટલાક શંકાસ્પદ માનવ અવશેષો મળી આવ્યા હતા. પરંતુ તેમની ઓળખ તાત્કાલિક સ્થાપિત કરી શકાઈ નથી.
શુક્રવારે ફોરેન્સક અને ડીએનએ સેમ્પલિંગમાં મૃતકોની ઓળખ એક જ પરિવારનાં ત્રણ સભ્યો, રાજીવ વારિકુ (૫૧), તેમની પત્ની શિલ્પા કોથા (૪૭) અને તેમની ૧૬ વર્ષની પુત્રી મહેક વારિકુ તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું કે આગ લાગી તે પહેલા પરિવાર ઘરની અંદર હતો. લિસ કોન્સ્ટેબલ ટેરીન યંગે જણાવ્યું હતું કે આગનું ચોક્કસ કારણ નક્કી થયું નથી અને તેની પાછળના સંજાગોને “શંકાસ્પદ” માનવામાં આવે છે.
“આ સમયે, અમે અમારી તપાસ ટીમ સાથે તેની તપાસ કરી રહ્યા છીએ, અને અમે તેને શંકાસ્પદ તરીકે માની રહ્યા છીએ કારણ કે આૅન્ટારિયો ફાયર માર્શલે નક્કી કર્યું છે કે આ આગ આકÂસ્મક નથી,” . જ્યારે પોલીસ અધિકારીને આગ લાગવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, કંઈ બચ્યું નથી. મને ખાતરી છે કે જ્યારે જાવા માટે કંઈ બાકી નથી ત્યારે તે ખૂબ જ મુશ્કેલ છે.”
મૃતક પરિવારના પાડોશી કેનેથ યુસુફે જણાવ્યું કે તેઓ લગભગ ૧૫ વર્ષથી અહીં કોઈ દેખીતી સમસ્યા વિના રહેતા હતા. યુસુફે જણાવ્યું હતું કે આગની જાણ તેમને ગયા અઠવાડિયે પરિવારના એક સભ્ય દ્વારા કરવામાં આવી હતી જેણે જારથી ધડાકો સાંભળ્યો હતો. તેણે આ દ્રશ્યને દુઃખદ ગણાવ્યું અને કહ્યું કે આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું અને થોડા કલાકોમાં જ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.
એક સત્તાવાર નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે, પરિવારના ત્રણ સભ્યોનાં મોત અંગે તેમની તપાસ ચાલુ છે. તેમણે ડેશકેમ રેકો‹ડગ સહિતની કોઈપણ સંબંધિત માહિતી અથવા વિડિયો ફૂટેજ ધરાવનાર કોઈપણને તપાસકર્તાઓ સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.