ભારતીય મૂળના કેનેડિયન નાગરિક અનિતા આનંદ અને દિલ્હીમાં જન્મેલા કમલ ખેડા કેનેડિયન સંસદમાં ચૂંટાયેલી સૌથી નાની ઉંમરની મહિલાઓ છે. હવે તેમને કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ગવર્નર જનરલ મેરી સિમોનની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં લિબરલ પાર્ટીના પૂર્વ સેન્ટ્રલ બેંકર કાર્નીએ ૩૦મા કેનેડિયન મંત્રાલયના સભ્યો સાથે શપથ લીધા હતા.
૫૮ વર્ષીય અનિતા આનંદ વિજ્ઞાન અને ઉદ્યોગ મંત્રી છે, જ્યારે ૩૬ વર્ષીય કમલ ખેડા આરોગ્ય મંત્રી છે. કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટુડોના મંત્રીમંડળમાંથી અલગ અલગ વિભાગો સાથે પોતાના મંત્રી પદ જાળવી રાખનારા થોડા લોકોમાં બંનેનો સમાવેશ થાય છે.
૩૬ વર્ષીય કમલ ખેડા જ્યારે શાળાનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેનો પરિવાર કેનેડા ગયો. બાદમાં તેમણે ટોરોન્ટોમાં યોર્ક યુનિવર્સિટીમાંથી બેચલર આૅફ સાયન્સની ડિગ્રી મેળવી.
કેનેડાના વડાપ્રધાનની વેબસાઇટ અનુસાર, કમલ ખેડા પહેલી વાર ૨૦૧૫માં બ્રેમ્પટન વેસ્ટ માટે સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. તે સંસદમાં ચૂંટાયેલી સૌથી નાની ઉંમરની મહિલાઓમાંની એક છે. એક રજિસ્ટર્ડ નર્સ, સ્વયંસેવક અને રાજકીય કાર્યકર, કમલ ખેડા તેમની આસપાસના લોકોના જીવનને સુધારવા માટે પ્રતિબદ્ધ છે.
ટુડોના સ્થાને વડાપ્રધાન બનવાની દોડમાં સૌથી આગળ રહેલી અનિતા આનંદે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તે આ રેસમાં નથી. તેમણે કહ્યું હતું કે, ‘હું ફરીથી ચૂંટણી નહીં લડે.’ જોકે, તેમણે પહેલી માર્ચે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.
કેનેડાના નોવા સ્કોટીયામાં જન્મેલી અને ઉછરેલી અનિતા આનંદ ૧૯૮૫માં ઓન્ટારિયો રહેવા ગઈ હતી. કેનેડાના વડાપ્રધાનની વેબસાઇટ અનુસાર, અનિતા આનંદ પહેલી વાર ૨૦૧૯ માં ઓકવિલે માટે સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા અને અગાઉ ટ્રેઝરી બોર્ડના પ્રમુખ, રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી અને જાહેર સેવાઓ અને પ્રાપ્તિ પ્રધાન તરીકે સેવા આપી હતી.
અનિતા આનંદે એક સ્કોલર, વકીલ અને સંશોધક તરીકે કામ કર્યું છે. તેમણે ટોરોન્ટો યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર તરીકે કાનૂની શિક્ષણવિદ રહી છે.