ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પણ જાખમમાં મોકાઈ જવાની શક્યતા છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ આવી ગયો છે. આ ઘટના બાદ બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે અને કેટલાકને હાંકી કાઢવામાં આવ્યા છે. આ તણાવની અસરને કારણે બંને દેશોના ૭૦ હજાર કરોડ રૂપિયાના વેપારને નુકસાન થવાની ભીતિ વધી ગઈ છે.
સુત્રોના અનુસાર, અત્યાર સુધી આ તણાવની ભારત-કેનેડા વેપાર પર કોઈ ખાસ અસર થઈ નથી. પરંતુ જા આ વિવાદ વધુ વકરશે તો બંને દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ શકે છે. તેનું કારણ બંને દેશો વચ્ચે આયાત અને નિકાસમાં સતત થઈ રહેલો વધારો છે.
ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપારના ડેટા અનુસાર, ૨૦૨૨-૨૩માં બંને દેશો વચ્ચે આ ૮.૩ બિલિયન ડોલરનો હતો. ૨૦૨૩-૨૪માં તે વધીને ૮.૪ બિલિયન થઈ ગયો. કેનેડાથી ભારતની આયાત વધીને ઇં૪.૬ બિલિયન થઈ ગઈ છે, જ્યારે નિકાસમાં થોડો ઘટાડો થઈને ઇં૩.૮ બિલિયન થઈ ગયો છે.
જા કે, હાલમાં આ તણાવની વેપાર પર કોઈ ખાસ અસર થઈ નથી. પરંતુ જો આ સંબંધોમાં વધુ ખટાશ આવશે તો આવનારા દિવસોમાં વેપારને પણ નુકસાન વેઠવું પડી શકે છે. ભારતમાં કેનેડિયન પેન્શન ફંડ્સનું પણ રોકાણ છે. આંકડાઓ અનુસાર, કેનેડિયન પેન્શન ફંડે ભારતમાં લગભગ ૬ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. લગભગ ૬૦૦ કેનેડિયન કંપનીઓ ભારતમાં બિઝનેસ કરી રહી છે. એવામાં વેપાર પર અસર થવાથી કેનેડિયન પેન્શન ફંડને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૩ થી ૨૦૨૩ સુધીમાં, કેનેડિયન પેન્શન ફંડ્સે ભારતમાં મોટાભાગે રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે, જેમાં ૩.૮ બિલિયન કેનેડિયન ડોલર કરતાં વધુ રોકાણ છે. આ પછી, ફાઇનાન્સીયલ સર્વિસીસમાં ૩ બિલિયન કેનેડિયન ડોલરથી વધુ અને ઔદ્યોગિક
પરિવહનમાં ૨.૬ બિલિયન કેનેડિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. આ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે સીઆઇઆઇ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, ૩૦ થી વધુ ભારતીય કંપનીઓ કેનેડામાં હાજરી ધરાવે છે.
દેશમાં તેમનું રોકાણ ૪૦ હજાર ૪૪૬ કરોડ રૂપિયા છે. આ કંપનીઓમાં ૧૭ હજારથી વધુ લોકોને રોજગાર મળ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ કંપનીઓ આરએન્ડડી પર ૭૦૦ મિલિયન કેનેડિયન ડોલર ખર્ચ કરશે. આનો અર્થ એ થયો કે ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલો રાજદ્વારી તણાવ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટે મોટો પડકાર બની શકે છે. એવામાં આ તણાવને જલ્દીથી ખતમ કરવો બંને દેશોની અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક રહેશે.