બેઇજિંગમાં ૨૦૨૨ વિન્ટર ઓલિમ્પિક પહેલા ચીનને વધુ એક આંચકો લાગ્યો છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ કેનેડાએ પણ ચીનની રાજધાની બેઇજિંગમાં યોજોનારી વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનો રાજદ્વારી બહિષ્કાર કરવાની જોહેરાત કરી છે.કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ‰ડોએ તેમના સત્તાવાર ટિવટર એકાઉન્ટ પરથી આ માહિતી આપી હતી.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ‰ડોએ કહ્યું કે કેનેડા ચીનમાં સતત થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનને લઈને ખૂબ જ ચિંતિત છે. વિરોધમાં, અમે બેઇજિંગમાં યોજોનારી વિન્ટર ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સમાં કોઈ રાજદ્વારી પ્રતિનિધિને મોકલીશું નહીં. જસ્ટિન ટ‰ડોએ વધુમાં કહ્યું કે અમે ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા અમારા ખેલાડીઓને સંપૂર્ણ સમર્થન આપીશું.
કેનેડા પહેલા ઓસ્ટ્રેલિયા અને તે પહેલા અમેરિકાએ પણ બેઈજિંગમાં યોજોનારી વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની જોહેરાત કરી છે. તેની પાછળ ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગુર મુસ્લિમો પર અત્યાચાર અને અન્ય ઘણા માનવાધિકાર ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંને દેશોએ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા તેમના એથ્લેટ્‌સને સમર્થન આપ્યું છે, પરંતુ તેમના કોઈ રાજદ્વારીને નહીં મોકલવાનો નિર્ણય લીધો છે.
બેઇજિંગમાં યોજોનારી વિન્ટર ઓલિમ્પિકને હવે માત્ર બે મહિના બાકી છે. યુએસ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા ઉપરાંત યુકે પણ ગેમ્સનો બહિષ્કાર કરવાનું વિચારી શકે છે. આ દેશોના પગલાને તેમના ખેલાડીઓને સ્પર્ધામાં ભાગ લેતા અટકાવ્યા વિના વિશ્વ મંચ પર ચીનને મજબૂત સંદેશ મોકલવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
આ પહેલા ઘણી વખત વિવિધ દેશો દ્વારા ઓલિમ્પિક ગેમ્સનો બહિષ્કાર અથવા ઓછા દેશોની ભાગીદારીનો સામનો કરવો પડ્યો છે. વર્ષ ૧૯૫૬ (મેલબોર્ન), ૧૯૬૪ (ટોક્યો), ૧૯૭૬ (મોન્ટ્રીયલ), ૧૯૮૦ (મોસ્કો), ૧૯૮૪ (લોસ એન્જલસ) અને ૧૯૮૮ (સોલ) વિવિધ દેશોએ યુદ્ધ, આક્રમકતા અને
રંગભેદ જેવા કારણોસર ઓલિમ્પિક રમતોનો બહિષ્કાર કર્યો હતો.
ચીનમાં હ્યુમન રાઈટ્‌સ મોનિટરિંગ ગ્રુપના ડાયરેક્ટર સોફી રિચર્ડસને અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે ઉઇગુર અને અન્ય લઘુમતી સમુદાયોને નિશાન બનાવતા માનવતા વિરુદ્ધ ચીની સરકારના ગુનાઓને પડકારવા માટે તેને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. તમને જણાવી દઈએ કે, બેઈજિંગે ઈસ્લામિક ઉગ્રવાદને ઘટાડવાના હેતુથી આ શિબિરોનું નામ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર રાખ્યું છે.
બેઇજિંગ ઓલિમ્પિક ગેમ્સનો રાજદ્વારી રીતે બહિષ્કાર કરવાના અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના નિર્ણયથી ચીન સ્તબ્ધ છે. તેમણે કહ્યું કે, દુનિયાનો કોઈ પર્વત નદીને સમુદ્રમાં વહેતી અટકાવી શકે નહીં. ઓસ્ટ્રેલિયામાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે ચીન-ઓસ્ટ્રેલિયા સંબંધોની વર્તમાન દુર્દશાની જવાબદારી સંપૂર્ણ રીતે ઓસ્ટ્રેલિયન પક્ષની છે. આ નિર્ણય બંને દેશોમાં સુધારાની અપેક્ષાઓથી તદ્દન વિપરીત છે.