હાલમાં જ ખબર આવી હતી કે કરીના કપૂરે ‘કેજીએફ’ ફેમ યશની બિગ બજેટ ફિલ્મ ‘ટોકિસક’ છોડી દીધી છે. હવે મેકર્સ નવી હીરોઇનની તલાશ કરી રહ્યા છે. કરીના ફિલ્મમાં યશની બહેનનો રોલ નિભાવનાર હતી.
હવે ખબર છે કે મેકર્સે આ રોલ માટે નયનતારાને એપ્રોચ કરી છે. નયનતારાની ફિલ્મની ટીમ સાથે વાતચાલી રહી છે. રિપોર્ટ અનુસાર ડાયરેક્ટર ગીતુ મોહનદાસ અને એક્ટર યશે ગત કેટલાક સપ્તાહમાં નયનતારા સાથે અનેક મીટીંગ કરી હતી.
નયનતારાએ ફિલ્મમાં રસ દેખાડ્યો છે અને પોઝીટીવ રિસ્પોન્સ મળ્યો છે. ખબરે મુજબ ‘ટોક્સિક’માં યશની બહેનનું પાત્ર સ્ટ્રોંગ મહિલાનું છે, જે નયનતારાની ઇમેજને પણ અનુકુળ છે. આ પાત્રને ઘણું સારી રીતે લખવામાં આવ્યું છે.
જા વાત બને તો એકાદ દિવસમાં જ નયનતારા ફિલ્મનો ભાગ બનશે. ‘ટોક્સિક’માં કિયારા અડવાણી ફીમેલ લીડ છે. તે ફિલ્મમાં યશની પ્રેમિકાના રૂપમાં જાવા મળશે.