(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૯
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં મુખ્યમંત્રી કાળ દરમ્યાન રૂ.૪૦ કરોડથી વધુનો ખર્ચ કરીને વૈભવી સુવિધાઓ ઉભી કરી હતી તેની વધુને વધુ માહિતી બહાર આવી રહી છે.
જેમાં કેજરીવાલના બંગલામાં ૧૦૦ જેટલા એરકન્ડીશન્ડ ઉપરાંત ૭૬ અતિ ખર્ચાળ સ્પીકર અને જાકુઝી પણ ગોઠવ્યા હતા. જાકુઝીનો ઉપયોગ ફુલ બોડી મસાજ માટે થાય છે. ૬ ફ્લેગશીપ રોડ પરના નિવાસ કેજરીવાલ ૧૦ વર્ષથી ઉપયોગ કરતાં હતા.
ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયાએ એક વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કેજરીવાલની અતિ ખર્ચાળ અને ધનવાન સ્ટાઇલની લાઇફ સ્ટાઇલ કેવી હતી તે દર્શાવ્યું છે. જેમાં બોશના સ્પીકર, રસોડા, વોશિંગ એરીયા, ટોઇલેટ, જીમ જેવા સ્થળોએ પણ ફીટ કરાયા હતા. ઉપરાંત ૯૩૪ લીટરનું મલ્ટીડોર ફ્રીઝ પણ રસોડામાં જાવા મળ્યું હતું. તો ૭૩ લીટરનું સ્ટીમ ઓવન પણ સરકારી ખર્ચે વસાવાયું હતું.૨૧ હજાર સ્કેવર ફૂટના વિસ્તારમાં ૨૫૦ ટનના ૫૦ એસી ફીટ કરાયા હતા. જ્યારે ટોઇલેટ પાછળ પણ રૂ.૧૨ કરોડનો ખર્ચ કરાયો હતો અને ૩૦ લાખ રૂપિયાનું ટીવી વસાવાયું હતું.